વિશ્વંભરી સ્તુતી

पारंपरिक
माता दुर्गा भजन दुर्गा भजन durga
॥ पावन पाठ ॥

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા।

દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

ભુલો પડી ભવરણે ભટકુ ભવની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની ।

ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો ।

ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં ।

કોને કહું કઠણ યોગ તણો બળપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો ।

દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું ।

શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ॥

રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી ।

દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ॥

ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો ।

શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતિ પણ હું તમારો ।

જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે ।

વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું, રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું ।

સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।।

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની ।

સંસારના સકળ રોગે સમૂળ કાપો, હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।

इस पावन रचना का पाठ कब और कैसे करना चाहिए? ▾
प्रातःकाल स्नान करके अथवा संध्याकाल में शांत चित्त होकर स्वच्छ आसन पर बैठकर पाठ करना परम फलदायी माना जाता है।
नित्य पाठ करने से क्या आध्यात्मिक लाभ होता है? ▾
नित्य भक्तिभाव से स्मरण व पाठ करने से मन में शांति, एकाग्रता और सकारात्मक ऊर्जा का संचार होता है।